વધુમાં જણાવીએ તો ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભંસાલીએ આ વર્ષની શરૂઆતમાં પોતાના બર્થડે પર ફિલ્મની ઘોષણા કરી હતી. તો આ ફિલ્મમાં સલમાનની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મહત્વનું છે કે, લગભગ 19 વર્ષ બાદ સલમાન અને સંજય લીલા ભંસાલી એક સાથે કામ કરી રહ્યા છે. જો કે આલિયા ભટ્ટની સંજય લીલા ભંસાલી સાથે આ પહેલી ફિલ્મ છે.
હાલમાં જ સલમાન ખાને ફિલ્મમાં આલિયા સાથે કામ કરવાને લઇને કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે આલિયા અને તે એકસાથે ખૂબ જ સારા દેખાશે અને તેમની કેમિસ્ટ્રી પણ તેમના ફેન્સને જરૂરથી પસંદ આવશે. સલમાન ખાને વધુમાં કહ્યું હતું કે, આલિયા એક એક્ટર તરીકે ખૂબ જ સારી અને નેચરલ તેમજ સરળ છે.