મુંબઇ: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસોમાં પનવેલ ફાર્મહાઉસ ખાતે પરિવાર સાથે છે, ત્યારે સલમાન ખાન પણ સોશિયલ મીડિયા પર તેના ચાહકોને કોરોના વાઇરસથી જાગ્રૃત કરી રહ્ય છે.
સલમાન વારંવાર તેના સોશિયલ મીડિયા પર એવી રીતે પોસ્ટ કરે છે કે લોકો આ વાઇરસ વિશે જાગૃત હોય. સલમાન ખાને આજે આવી જ એક પોસ્ટ શેર કરી છે. સલમાને બિલ્ડિંગની એક તસવીર શેર કરી છે જેમાં બે માળ દેખાઈ રહ્યા છે.