મુંબઇઃ જૈક્લીન ફર્નાંડીઝ લૉકડાઉનના સમયે અનુસાર સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પરિવારની સાથે પનવેલવાળા ફાર્મહાઉસ પર વિતાવી રહી છે. આ વચ્ચે તેમણે લોકડાઉન દરમિયન વિતાવી રહેલા ખુબ સુંદર સમયને કેમેરામાં કેદ કરીને ફિલ્મના રુપમાં ફેન્સ સાથે શેર કર્યો છે.
જૈક્લીનની આ શોર્ટ ફિલ્મને સલમાન ખાને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
ફિલ્મની શરૂઆત સૂરજ ઉગ્યા પછી જૈક્લીને ઉઠવાની સાથે થાય છે. તે ફાર્મહાઉસ પર નાસ્તાની તૈયારી વિશે બતાવે છે.
આ વીડિયોમાં આગળ તેને પ્રકૃતિની વચ્ચે સમય વિતાવતા, જ્યાં ઘોડા અને અન્ય પશુઓને ખવડાવતી જોવા મળે છે અને વૃક્ષો પર ચઢતી વગેરે રીતે ટાઇમ પસાર કરતી જોવા મળે છે. અભિનેત્રીએ દરેક ખૂબસુંદર દ્રશ્યોને સામેલ કરવાના પ્રયત્નો કરી રહી છે.
જૈક્લીને વીડિયો શેર કરતાં લખ્યું કે, મારી નાની ફિલ્મ, એન્જોય કરો...
સલમાન અને જૈક્લીને 'કિક', 'રેસ 3' અને 'જૂડવા 2'માં સાથે કામ કર્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન પોતાની વધુ એક એક્શન ડ્રામા ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ' રિલીઝ કરવાના છે. તો જૈક્લી 'એટેક'માં જૉન અબ્રાહમની સાથે એક્શન અવતારમાં જોવા મળશે.