જી હા, સલમાનની આગામી ફિલ્મનું નામ છે 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'...જેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. લુક પોસ્ટરમાં હાથમાં બંદૂક લઈને ઉભેલો સલમાન ખરેખર દમદાર લાગી રહ્યો છે.
સલમાનની આગામી ફિલ્મ 'રાધે'નો લુક જાહેર, 2020ની ઈદ પર મળશે ભાઈજાન - salman khan radhe look out
મુંબઈઃ સલમાનની આવનારી ફિલ્મ 'રાધે'નો લુક જાહેર થયો છે. બોલીવુડમાં ભાઈજાનથી જાણીતા સલમાન ખાન ઈદ પર 'રાધે'ને રીલિઝ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે ઇદ પર રિલીઝ થશે. બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન દરવર્ષે પોતાના ફેન્સને નવી ફિલ્મનાં ભાગરુપે ગિફ્ટ આપતા આવ્યા છે. આ વર્ષે જ્યારે સલમાને તેના ચાહકોને 'ભારત'ના ભાગરુપે ઈદી આપી હતી હવે તે આવતા વર્ષે પણ તૈયાર છે. આ વખતે દરેકના મોસ્ટ વોન્ટેડ ભાઈ સલમાન 'રાધે' તરીકે જોવા મળશે.
![સલમાનની આગામી ફિલ્મ 'રાધે'નો લુક જાહેર, 2020ની ઈદ પર મળશે ભાઈજાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4794760-thumbnail-3x2-final.jpg)
salman radhe look out from his upcoming film
સલમાને પોતાના ટ્વિટર હેંડલમાં એક મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં પહેલા તો ક્રિસમસ પર રિલીઝ થનારી ફિલ્મ 'દબંગ 3' ની ઝલક જોવા મળી છે, જ્યારે બીજી તરફ 'રાધે' ને ઈદ 2020માં રિલીઝ કરવાની ઘોષણા કરતા દેખાઈ રહ્યા છે.