અનૂપ જલોટાએ નિવેદન આપ્યું કે, તેઓ બીગબોસ શૉને સલમાન કરતા બેઘણી વધારે TRP અપાવવા માટે સક્ષમ છે. જેના કારણે જાણે સલમાનને આ ખુલ્લો પડકાર અપાયો હોય તેમ જણાઈ રહ્યું છે.
BIG BOSS મને હોસ્ટ બનાવે તો સલમાન કરતાં વધુ TRP અપાવુઃ અનૂપ જલોટા - salman khan
મુંબઇ: ગઝલ સમ્રાટ અનૂપ જલોટાએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સલમાનની બદલે જો તેઓ બિગબોસના હોસ્ટ બને તો શૉને વધુ TRP અપાવી શકે છે.

અનૂપ જલોટા બિગ બોસના ઘરમાં રહીને આવ્યા પછીથી તેનું દરેક નિવેદન મીડિયામાં હલચલ મચાવી દે છે. તેની શિષ્ય જસલીન મથારુ સાથેની તેમના ગાઢ સબંધો ચર્ચામાં રહ્યા. જેનાથી શૉની ટીઆરપી પણ ખૂબ વધી ગઇ હતી. જેવા તે શોમાંથી બહાર નીકળ્યા કે તરત જ શૉની ટીઆરપી ઘટી ગઇ છે. અનૂપ જલોટા કેન્સર જાગૃતિ અભિયાન સંસ્થા સાથે જોડાયેલા રહે છે. એવી જ એક ઈનોવેટિવ આર્ટિસ્ટ વેલફેર એસોસિયેશન નામની સંસ્થા છે, જે કેન્સર પીડિતો માટે કાર્ય કરે છે. જેને અભિનેત્રી દલજીત કૌર ચલાવે છે. મુંબઇમાં 28 સપ્ટેમ્બરના રોજ પાંચ સિતારા હોટલમાં બ્યુટી શોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે અનૂપ જલોટાએ હાજરી આપી હતી.
આ શો પહેલાં અનૂપ જલોટાએ એક ઇન્ટરવ્યુમાં ક્હ્યું હતું કે, મને એ સમાચાર પણ સાંભળવા જાણવા મળ્યા છે કે બિગ બોસમાં મને હોસ્ટ બનાવવા માંગે છે. પરતું હજી સુધી કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. શક્ય છે કે મને મહેમાન તરીકે બોલાવે.