ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રશિયામાં Tiger 3 ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનો ફર્સ્ટ લુક થયો વાઈરલ - ટાઈગર 3 રશિયા શિડ્યુલ

બોલિવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif)ની આગામી ફિલ્મ ટાઈગર 3 (Tiger 3)ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સલમાન ખાન અને કેટરિના આ ફિલ્મના શૂટિંગ માટે શુક્રવારે રશિયા જવા રવાના થયા હતા. તો રશિયામાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. તેવામાં ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનો ફર્સ્ટ લુક વાઈરલ થયો છે.

રશિયામાં Tiger 3 ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનો ફર્સ્ટ લુક થયો વાઈરલ
રશિયામાં Tiger 3 ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનો ફર્સ્ટ લુક થયો વાઈરલ

By

Published : Aug 23, 2021, 10:13 AM IST

  • અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) રશિયા પહોંચ્યા
  • રશિયામાં બંને કલાકાર આગામી ફિલ્મ 'ટાઈગર 3' (Tiger 3)ના શૂટિંગમાં વ્યસ્ત છે
  • 'ટાઈગર 3' (Tiger 3) ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનો ફર્સ્ટ લુુક થયો વાઈરલ

ન્યૂઝ ડેસ્કઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) રશિયા પહોંચ્યા હતા. અહીં બંને કલાકાર ટાઈગર 3 (Tiger 3)ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે દર્શકો પણ આ ફિલ્મ માટે રાહ જોઈ રહ્યા છે. તેવામાં રશિયામાં ફિલ્મના સેટ પરથી સલમાન ખાન (Salman Khan)નો ફર્સ્ટ લુક લીક થયો છે. આ લુકમાં સલમાન ખાન (Salman Khan) લાંબા વાળ અને દાઢીમાં જોવા મળ્યો હતો. જોકે, આ લુકમાં સલમાન ખાનને ઓળખવો મુશ્કેલ બની ગયો હતો. રશિયા પહોંચતા જ બંને કલાકાર એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યા છે. આમાં તે કાર ચેઝિંગ સિક્વન્સ શૂટ કરી રહ્યા છે.

આ પણ વાંચો-ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલ દ્વારા ફેમસ થનાર ધર્મેશ વ્યાસ સાથે રૂબરૂ

સલમાનને આ લુકમાં ઓળખવો બન્યો મુશ્કેલ

ફિલ્મના સેટ પરથી સલમાન ખાનનો જે લુક વાઈરલ થયો છે, જેમાં સલમાન માથા પર લાલ રંગનું બેન્ડ બાંધ્યું છે. જોકે, સલમાનને આ લુકમાં ઓળખવો મુશ્કેલ બની ગયો છે. આ ફોટોમાં સલમાન ખાનની સાથે તેનો ભાઈ સોહેલ ખાનનો પૂત્ર નિર્વાણ ખાન પણ નજર આવી રહ્યા છે. તો બીજા ફોટોમાં સલમાનના ફેન્સ તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે.

આ પણ વાંચો-Afghan crisis: 20 વર્ષ પહેલા મારો પરિવાર અફઘાનિસ્તાનમાંથી ભાગી આવ્યો હતો : વરિના હુસેન

ઓસ્ટ્રેલિયા અને તુર્કીમાં પણ થશે ફિલ્મનું શૂટિંગ

સલમાનના આ નવા લુક પર તેના ફેન્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. આ ફોટોમાં એક ફેન્સે કમેન્ટ કરતા કહ્યું હતું કે, શું લુક છે ભાઈજાન. આપને જણાવી દઈએ કે, સલમાન અને કેટરિના મુંબઈમાં ફિલ્મનું કેટલુંક શૂટિંગ કરી રશિયા ગયા છે. ત્યારબાદ ફિલ્મનું શૂટિંગ ઓસ્ટ્રેલિયા અને તુર્કીમાં હશે. રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન હાશ્મી તુર્કી શિડ્યુલથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ટાઈગર ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે.

ABOUT THE AUTHOR

...view details