ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બોસની 14મી સિઝન ટૂંક સમયમાં થશે શરૂ - બિગ બોસ સીઝન 14 ના સમાચાર

બિગ બોસને લઇ ચાહકોમાં એક અલગ ક્રેઝ છે. ચાહકો દરેક સીઝનની આતુરતાથી રાહ જાતા હોય છે. આવમાં બિગ બોસની 14 મી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે. એવા અહેવાલો છે કે, તેનો પ્રોમો ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. જેને સલમાન ખાન તેના પનવેલ ફાર્મ હાઉસથી શૂટ કરી શકે છે. જોકે, તેણે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

બિગ બોસની 14 મી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે
બિગ બોસની 14 મી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે

By

Published : Jun 14, 2020, 6:08 PM IST

મુંબઇ: ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો બિગ બોસની 14મી સિઝનની ચર્ચા શરૂ થઇ ગઇ છે. ચાહકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સ્પર્ધકોને ફાઇનલ કરવા માટે સેલેબ્સનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આ વખતે નવી થીમ સાથે શો જોવા મળશે. આ વખતે કોરોના વાઇરસના કારણે ટીમે સાવચેતીપૂર્વક તૈયારીઓ શરૂ કરી છે.

જ્યારે બિગ બોસની શૂટિંગ માટે સ્પર્ધકો, કેમેરોપર્સન, પીસીઆર, ટેક્નિકલ અને ક્રિએટિવ સહિત આશરે 300 લોકોની જરૂરિયાત છે. કોરોના વાઇરસના પગલે ઘણા લોકોનું સાથે કામ કરવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, મેકર્સ સામાજિક અંતર રાખીને શૂટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે.

જૂનના પહેલા મહિનામાં બિગ બોસનો પ્રોમો રિલીઝ થવાનો હતો, પરંતુ લોકડાઉનને કારણે નહીં પ્રોમો રિલીઝ ન થયો. એક રિપોર્ટ અનુસાર સલમાન ખાન આ પ્રોમોને તેના ફાર્મ હાઉસથી શૂટ કરી શકે છે. જે રીતે અભિનેતા અમિતાભ બચ્ચને ઘરેથી કેબીસીની આગામી સીઝન માટે એક વીડિયો શૂટ કર્યો હતો, તેવી જ રીતે સલમાન પણ તેના પનવેલ ફાર્મ હાઉસથી બિગ બોસ-14ની જાહેરાત કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details