મુંબઈઃ કોરોના વાઈરસને લઈ ઉભા થયેલા સંકટમાં બૉલીવૂડ સ્ટાર મદદ માટે આગળ આવી રહ્યાં છે. સુપરસ્ટાર સલમાન ખાને 25000 કર્મચારીઓને મદદ કર્યા બાદ 50 મહિલાઓની વહારે આવ્યા છે.
મુશ્કેલીના આ સમયમાં અનેક લોકો પોતપોતાની રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યાં છે. જેમાં બૉવીવૂડ સ્ટાર્સ પણ સામેલ છે. જે ગરીબોને ભોજન આપી નાણાંકિય મદદ કરી રહ્યાં છે. બીગ બ્રધર સલમાન ખાન ગ્રાઉન્ડ લેવેલે કામ કરતી મહિલાઓની મદદ માટે આગળ આવ્યાં છે. આ અગાઉ ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 25000 કર્મચારીઓને આર્થિક મદદ કરી હતી.