સલમાન ખાન ગણેશ વિસર્જનમાં સિગરેટ પીતા સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો - કરણ જોહર
મુંબઇઃ અભિનેતા સલમાન ખાન ફરી એક વાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. સલમાન તેની સિગરેટ પીવાની આદતના કારણે ચર્ચામાં છે. ગણેશ વિસર્જનના પછી સલમાન ખાન છુપાઇને સિગારેટ પીતા કેમરામાં જડપાઇ ગયા અને તે ફોટાને કારણે તે સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યા હતા.
mumbai
સુપરસ્ટાર સલમાન ખાન તેના વર્તાવના લીધે હંમેશા મીડિયામાં રહે છે. તે પછી ઓનસ્ટેજ કોઇનો મજાક ઉડાડવામાં હોય કે, ઓફ સ્ક્રીન કોઇની સાથે બબાલનો હોય. ગણેશ વિસર્જન પછી સલમાન ખાન છુપાઇને સિગારેટ પીતો હતો, જે કેમરાની નજરથી બચી શક્યો ન હતો. તે વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ ગયો હતો અને કેન્સર વિરુદ્વ તેના ફાઉન્ડેશન બિંગ હ્યુમન દ્વારા અભિયાન ચલાવતા અભિનેતાને સોશિયલ મીડિયાના યુઝર્સએ સિગરેટ પીવા પર ટ્રોલ કર્યો હતો.