ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'માસ્ટર' ફિલ્મમાં થલપતિ વિજયના રોલ માટે સલમાનની શક્યતાઓ સેવાઇ રહી છે - 'માસ્ટર'

થલાપતિ વિજય અને વિજય સેતુપતિ સ્ટાર 'માસ્ટર'ના હિન્દી રિમેકના સમાચારો હેડલાઇન બની રહ્યા છે, ત્યારે આ સમાચારો અનુસાર, થલાપતિ વિજયની ભૂમિકા માટે નિર્માતાઓએ સલમાન ખાનનો સંપર્ક કર્યો હતો. હાલ મેકર્સ હજૂ પણ એક એવા સુપર સ્ટારની તપાસમાં છે. જે ફિલ્મમાં વિલનનો રોલ ભજવી શકે.

'માસ્ટર' ફિલ્મમાં થલપતિ વિજયના રોલ માટે સલમાનની શક્યતાઓ સેવાઇ રહી છે
'માસ્ટર' ફિલ્મમાં થલપતિ વિજયના રોલ માટે સલમાનની શક્યતાઓ સેવાઇ રહી છે

By

Published : Apr 3, 2021, 7:35 PM IST

  • મેકર્સની દબંગ ખાન સાથે હિન્દી રીમેકને લઇને ચાલી રહી છે વાતચીત
  • સુપરસ્ટાર સલમાન ખાન તમિલ હિટ ફિલ્મ'માસ્ટર'ના લીડ રોલમાં આવી શકે છે
  • મેકર્સ એક એવા સુપર સ્ટારની તપાસમાં છે જે વિલનનો રોલ ભજવી શકે

સુપરસ્ટાર સલમાન ખાન તમિલ હિટ ફિલ્મ 'માસ્ટર'ના હિન્દી રિમેકમાં લીડ રોલમાં આવી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સમાચારો અનુસાર મેકર્સની દબંગ ખાન સાથે હિન્દી રીમેકને લઇને વાતચીત ચાલી રહી હતી પરંતુ મેકર્સ હજૂ પણ એક એવા સુપર સ્ટારની તપાસમાં છે. જે ફિલ્મમાં વિલનનો રોલ ભજવી શકે.

મેકર્સે સલમાનનો થલાપતિ વિજયના રોલ માટે કર્યો હતો સંપર્ક

મેકર્સે સલમાન ખાને થલાપતિ વિજયના રોલ માટે સંપર્ક કર્યો હતો, ત્યારે વિજય સેતુપતિના રોલ માટેની તપાસ ચાલુ જ હતી. 'માસ્ટર' ફિલ્મના હિંન્દી રીમેકના નિર્માણ કબીર સિંહ, મુરાદ ખેતાની અને એડેમોલ શાઇન દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details