મુંબઈ:સલમાન ખાને ઇદના અવસરે પોતાના ચાહકોને એક સોલો ગીત 'ભાઈ ભાઈ' આપ્યું હતું. તેણે આ ગીતને તેના પનવેલ ફોર્મ હાઉસમાં ફિલ્માવ્યું હતું. આ ગીતમાં, તેમણે કોમી એકતાની વાત કરી હતી. આ ગીતને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. સલમાને આ ગીતને તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું. 'ભાઈ ભાઈ' ગીતમાં સલમાન ખાને સંકટ સમયે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો, શાંતિ અને સુમેળની વાત કરી છે.
"ભાઈ ભાઈ" ગીત લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે, સલમાન ખાન થયા ઇમોશનલ - સલમાન ખાન થયા ઇમોશનલ
સલમાન ખાને ઇદના અવસરે પોતાના ચાહકોને એક સોલો ગીત 'ભાઈ ભાઈ' આપ્યું હતું. તેણે આ ગીતને તેના પનવેલ ફોર્મ હાઉસમાં ફિલ્માવ્યું હતું. આ ગીતમાં કોમી એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે.
" ભાઇ ભાઇ " ગીત લોકોને ખૂબ આવી રહ્યું છે પસંદ,સલમાન ખાન થયા ઇમોશનલ
તેમણે ચાહકોને લખ્યું, 'ભાઈ-ભાઈ' ગીતને પસંદ કરવા માટે આભાર. કૃપા કરીને, યુવા પેઢી આ ગીત ફરીથી સાંભળો, તમારા નાના ભાઈ-બહેન, બાળકોને પણ સાંભળો. ફરી એક વાર આભાર માનું છું. ભગવાન તમારી રક્ષા કરે.
આ ગીતને સાજિદ વાજિદે કંપોઝ કર્યું છે અને લિરીક્સ સલમાન ખાન અને ડેનિશ સબરીએ લખ્યા છે. યુટ્યુબ પર ગીતના વર્ણનમાં લખ્યું છે કે, 'ઇદ મુબારક પર તમારા બધા માટે એક ખાસ ઉપહાર. આ ગીત સાંભળો અને સમાજમાં ભાઈચારો ફેલાવો. બધાને ઈદની શુભકામનાઓ. જોકે આ અગાઉ સલમાનનું તેરે બીના ગીત રિલીઝ થયું હતું.