મુંબઈ: સિંગર અને અભિનેત્રી શહનાઝ ગિલ બિગ બોસ 15ના સિઝનના (Bigg Boss 15 Grand Finale) અંતિમ એપિસોડમાં પહોંચી હતી, જ્યાં અભિનેત્રી કેટરિના કૈફના લગ્નની વાત કરતા કહ્યું હતું કે, કૈટરીના કૈફ પંજાબની કેટરિના કૈફ (Punjab ki katrina kaif) બની ગઇ છે, આ દરમિયાન સલમાન (person Of the Year Award 2022) તેના સિંગલ હોવાને લઇને ખુલાસો કરે છે.
શહનાઝને ઘણીવાર પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે
સલમાન અને કેટરિનાએ પાર્ટનર, મૈંને પ્યાર ક્યું કિયા અને આગામી ટાઇગર 3 જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ભૂતકાળમાં તેઓ ડેટિંગ કરી રહ્યાં હોવાની પણ અફવા હતી. બિગ બોસ 15ના અંતિમ એપિસોડમાં શહનાઝ જેને ઘણીવાર પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે.
કેટરિના કૈફ તો પંજાબ કી કેટરિના બન ચૂકી હૈ: શહનાઝ ગિલ
તેણે કહ્યું, "મૈં પંજાબ કી કેટરિના કૈફ સે ઈન્ડિયા કી શહનાઝ ગિલ હો ગયી હુ ક્યૂંકી અબ ઈન્ડિયા કી કેટરિના કૈફ લગ્ન પછી પંજાબ કી કેટરિના બન ચૂકી હૈ." તેની આ વાત પર સલમાન સ્માઇલ કરે છે અને તેની સાથે સંમત થાય છે.