ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સલમાન ખાને સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ સાથે કરી મુલાકાત - મીરાબાઈ ચાનુ ફોટો

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને સમગ્ર દેશનું ગૌરવ વધારનારાં ખેલાડી મીરાબાઈ ચાનુ અત્યારે ઘણા ચર્ચામાં છે. ત્યારે મીરાબાઈએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. આ ફોટોમાં તે અભિનેતા સલમાન ખાન સાથે જોવા મળી રહ્યાં છે. મીરાબાઈ સલમાન ખાનની 'બીગ ફેન' છે. જોકે, આ ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

મીરાબાઈ ચાનુ
મીરાબાઈ ચાનુ

By

Published : Aug 12, 2021, 3:34 PM IST

  • અભિનેતા સલમાન ખાને ઓલિમ્પિકમાં મેડલ જીતનારાં ખેલાડી મીરાબાઈ ચાનુ સાથે કરી મુલાકાત
  • મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો હતો
  • ભારતનું ગૌરવ વધારનારાં મીરાબાઈ ચાનુ સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે

ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને મીરાબાઈ ચાનુએ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ત્યારે મીરાબાઈ અત્યારે ઘણી જ ચર્ચામાં છે. મીરાબાઈએ સોશિયલ મીડિયા પર અત્યારે જ એક ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે અભિનેતા સલમાન ખાન સાથે જોવા મળી રહી છે. સલમાન ખાને મીરાબાઈ સાથેનો ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ સાથે જ સલમાને કેપ્શનમાં લખ્યું હતું કે, હું તમારા માટે ખુશ છું સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ. તમારી સાથે સારી મુલાકાત થઈ. હંમેશા માટે શુભકામનાઓ.

આ પણ વાંચો-Tokyo Olympic 2020: મીરાબાઈ ચાનુએ જીત્યો સીલ્વર મેડલ, વડાપ્રધાન મોદી સહિતનાઓએ અભિનંદન પાઠવ્યાં

સલમાન ખાનના ટ્વિટ પર મીરાબાઈ ચાનુએ પણ પ્રતિક્રિયા આપી

સલમાન ખાનના ટ્વિટ પર મીરાબાઈ ચાનુએ પણ પ્રતિક્રિયા આપી છે. મીરાબાઈએ લખ્યું હતું કે, ખૂબ ખૂબ આભાર સલમાન ખાન સર. હું તમારી ઘણી મોટી ફેન છું. આ મારા માટે એક સપનું સાચું થવા બરાબર હતું. આપને જણાવી દઈએ કે, મીરાબાઈ ચાનુ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી હતી. તેમણે કુલ 202 કિલો (87 કિલો + 115 કિલો)નું વજન ઉઠાવીને મહિલાઓના 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ABOUT THE AUTHOR

...view details