ઉલ્લેખનીય છે કે, 'લક્ષ્મી બોમ્બ' ના મેકર્સે શુક્રવારના રોજ ઓફિશિયલી ફિલ્મની ઘોષણા કરી કે, અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' ઈદ 2020 પર રિલીઝ થશે. જ્યારે સલમાન તેમની 'રાધે' ની ઈદના દિવસે રિલીઝ કરવાની ઘોષણા કરી ચૂક્યા છે.
બોલીવુડ લવર્સ માટે 2020ની ઈદ હશે ખાસ, ટકરાશે અક્ષય-સલમાન - next salman khan film
મુંબઈ: 2020ની ઈદ બોલીવુડ લવર્સ માટે ખાસ રહેવાની છે, કારણ કે આ વખતની ઈદમાં ભાઈજાન અને ખેલાડી અક્કી સામ સામે ટકરાશે. ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' ના મેકર્સના ઓફિશિયલ અનાઉન્સમેન્ટ બાદ સોશિયલ મીડિયામાં ખળભળાટ વ્યાપી ગયો છે.
'લક્ષ્મી બોમ્બ' ના મેકર્સે તેમના ઓફિશિયલી ટ્વિટર હેન્ડલ પર એલાન કરતા કહ્યું કે, 'ઈદ 2020માં દેશભરમાં થશે ઘમાકો જ્યારે રિલીઝ થશે 'લક્ષ્મી બોમ્બ', તમારા નજીકના સિનેમાઘરોમાં' ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કર્યુ છે. જેમાં અક્ષયના ફર્સ્ટ લુક સાથે ફિલ્મની તારીખ પણ લખેલી છે.
જણાવી દઈએ કે, ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' 2011ની તમિલ ફિલ્મ 'મુનિ 2: કંચના' ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે તો બીજી તરફ આ ફિલ્મ દર્શકો માટે સ્પેશિયલ હોવાનું કારણ એ પણ છે કે અક્ષય કુમાર પ્રથમ વખત ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કરી રહ્યા છે.