મુંબઈઃ બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાને લોકડાઉન વચ્ચે એક નવો બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં પર્સનલ ગ્રુમિંગ કેર બ્રાન્ડ ફ્રેશ (એફઆરએસએચ) લોંચ કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે લાખો રૂપિયાનું દાન કર્યા બાદ સલમાન ખાને પોલીસકર્મીઓને 1 લાખ સેનીટાઇઝર આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સલમાને કોરોના વોરિયર્સ પોલીસને 1 લાખ સેનીટાઈઝર દાનમાં આપ્યા છે, આ અંગે મહારાષ્ટ્રના નેતા રાહુલ એન કનાલે એક ટ્વીટ કરી સલમાનનો આભાર માન્યો છે.