મુંબઇ: સુપરસ્ટાર સલમાન ખાનની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝ 'દબંગ' હવે એનિમેટેડ સિરીઝના સ્વરુપમાં જોવા મળશે. 'દબંગ' આ એનિમેટેડ સીરિઝમાં સુપરકોપ ચુલબુલ પાંડે (સલમાન ખાન દ્વારા ભજવાયેલું પાત્ર) ના જીવનને રજૂ કરવામાં આવશે. સાથે સાથે તે જ ફિલ્મનું અન્ય ફેમસ પાત્ર છેદી સિંઘ (સોનુ સૂદ દ્વારા ભજવેલ), રજ્જો (સોનાક્ષી સિન્હા) અને પ્રજાપતિ (વિનોદ ખન્ના) જેવા ફ્રેન્ચાઇઝીના પ્રખ્યાત પાત્રોનો એનિમેટેડ અવતાર જોવા મળશે.
સલમાન ખાનની ફિલ્મ 'દબંગ' હવે એનિમેટેડ રુપમાં મળશે જોવા - Dabangg Film
બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફેમસ ફિલ્મ 'દબંંગ' હવે એનિમેટેડ સ્વરુપમાં જોવા મળશે. જેમાં ફિલ્મના તમામ પાત્રોનો એનિમેટેડ અવતાર જોવા મળશે.
સલમાન ખાનના ભાઈ અને દબંગ સીરીઝના નિર્માતામાંના એક અરબાઝ ખાને આ વિશે જણાવ્યું હતું કે, 'દબંગની સૌથી મોટી યુએસપી એ છે કે તે ફેમિલી એન્ટરટેઇનર છે, અને તેથી ફ્રેન્ચાઇઝને આગળ વધારવાનો શ્રેષ્ઠ રસ્તો એનિમેશનમાં આગળ વધવાનો છે. તે માધ્યમમાં વાર્તા કહેવાની અદભૂત સર્જનાત્મક સ્વતંત્રતા છે, અને તમે લાંબા જીવનમાં ટૂંકી વાર્તાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, સાથે સાથે વર્ણન સરળ પણ છે. ચુલબુલનું વ્યક્તિત્વ વાસ્તવિક જીવનની બહાર છે અને એનિમેશનમાં તેના સાહસની નવી ઝલક બતાવવામાં આવશે. '