મુંબઈઃ કોરોનાને લઈ ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બૉલીવુડ સ્ટાર લોકોમાં જગૃતિ ફેલાવવાની સાથે સાથે ફેન્સને એન્ટરટેઈન પણ કરી રહ્યાં છે. સુપરસ્ટાર સલમાન ખાન લોકોને આર્થિક રીતે મદદ કર્યા બાદ લોકોને માનસિક તણાવમાંથી બહાર લાવી મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે.
સુપરસ્ટાર સલમાન ખાને લોકડાઉન દરિમિયાન એક ગીત લખ્યું છે. સલમાન ખાને કોવિડ 19 પર 'પ્યાર કરોના' ગીતનું ટિઝર સોશિયલ મીડિયામાં શેર કર્યુ છે. આ સાથે તેમણે ગીત ક્યારે રિલીઝ થશે તે અંગે પણ માહિતી આપી છે.