મુંબઇ: સલમાન ખાનેલોકડાઉનમાં પણ પોતાની જાતને ખૂબ વ્યસ્ત રાખ્યો હતો. તેમણે તેમના ફાર્મ હાઉસમાં શૂટિંગ કરીને તેના ત્રણ ગીતો રિલીઝ કર્યા હતા. અહેવાલો અનુસાર હવે સલમાન ફાર્મ હાઉસ પર એક શોર્ટ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં વલૂશા ડિસુઝા પણ સલમાન સાથે જોવા મળશે.
સલમાન ખાનને તેના ચાહકો માટે કંઈક નવું કરવાનું પસંદ છે, તેથી જ તેના ચાહકો માટે લોકડાઉન વચ્ચે પણ તેમના માટે કંઈક કરી રહ્યો છે. એક અહેવાલ મુજબ, સલમાન ખાન અગાઉ તેના ફાર્મ હાઉસ પર શૂટ થયેલા ત્રણ ગીતો રિલીઝ કર્યા હતા . જે બાદ હવે તે એક શોર્ટ ફિલ્મ પર કામ કરી રહ્યો છે.
ખાસ વાત એ છે કે, આ શોર્ટ ફિલ્મ પણ સલમાન તેના ફાર્મ હાઉસ શૂટ કરશે. જોકે, સલમાને હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.રિપોર્ટ પ્રમાણે સલમાને જેક્લીન ફર્નાન્ડિઝને તેના એક ગીતમાં સ્થાન આપ્યું છે અને હવે તે તેની શોર્ટ ફિલ્મમાં અભિનેત્રી વલૂશા ડિસુઝા સાથે જોવા મળશે.
વલૂશા સલમાન ખાનના ફાર્મહાઉસમાં રોકાઈ છે. જ્યારે સંજય લીલા ભણસાલીએ સલમાન સાથે ફિલ્મ 'ઈન્શાલ્લાહ' ની ઘોષણા કરી ત્યારે તેમના વિશે ચર્ચાઓ થઈ હતી.એવું કહેવામાં આવે છે કે સલમાન આ ફિલ્મમાં વલૂશા ડિસુઝાને કાસ્ટ કરવા માંગતો હતો પરંતુ ભણસાલી આલિયાને આ ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા.
આગાઉ સલમાન ખાને કોરોના વાઇરસ પર એક ગીત રિલીઝ કર્યું હતું, જેનું નામ 'પ્યાર કરોના' હતું. આ પછી સલમાન ખાન અને જેકલીન ફર્નાન્ડિઝનું ગીત 'તેરે બીના' રિલીઝ થયું. તેને પ્રેક્ષકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. ત્યારબાદ ઈદ પર સલમાને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી અને તેનું ગીત 'ભાઈ ભાઈ' રજૂ કર્યું હતું.