હૈદરાબાદઃબોલિવૂડ એક્ટરસલમાન ખાનના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે સલમાન ખાનને સાપે ડંખ (Salman Khan was bitten by a snake) માર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે સલમાન ખાન પનવેલ ફાર્મ હાઉસમાં હતો. સલમાનને રાત્રે સારવાર માટે હોસ્પિટલમાં જવું પડ્યું હતું. હાલ સલમાનની હાલત ઠીક છે. તમને જણાવી દઈએ કે, 27 ડિસેમ્બરે સલમાન ખાનનો 56મો જન્મદિવસ છે.સલમાન ખાનને શનિવારે રાત્રે 3 વાગ્યે MGM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આજે રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
સલમાન ખાન પોતાનો જન્મદિવસ અને નવું વર્ષ ઉજવવા માટે પનવેલ ફાર્મ હાઉસ ગયો હતો
સલમાન ખાન પોતાનો જન્મદિવસ અને નવું વર્ષ ઉજવવા માટે પનવેલ ફાર્મ હાઉસ ગયો હતો. તેમનું ફાર્મ હાઉસ ટેકરીઓ અને ગાઢ જંગલ વિસ્તારથી ઘેરાયેલું છે, તેથી તેમના ફાર્મ હાઉસમાં સાપ અને અજગર અવારનવાર જોવા મળતા હતા. હજુ સુધી આ મામલે સલમાન ખાનના પરિવાર કે તેની ટીમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
સલમાનની ખેતી કરતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
સલમાને કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન પોતાનો સંપૂર્ણ સમય અહીં ખેતી કરવામાં પસાર કર્યો હતો. આ દરમિયાન સલમાનની ખેતી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હાલમાં જ સલમાન ખાનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી હતી. આ તસવીરમાં અભિનેતા શર્ટલેસ પિક્ચર જોવા મળ્યો હતો.
સલમાન ખાનની આ શર્ટલેસ તસવીર સોશિયલ મીડિયામાંવાયરલ
સલમાન ખાનની આ શર્ટલેસ તસવીર પર તેના ચાહકોએ ઘણી કોમેન્ટ કરી અને તેના વખાણ પણ કર્યા હતા. એટલું જ નહીં સલમાન ખાનની શર્ટલેસ તસવીર જોઈને તેની એક્સ ગર્લફ્રેન્ડ અભિનેત્રી સંગીતા બિજલાનીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.આ તસવીર સલમાન ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. અભિનેતાની આ તસવીર જીમની અંદરની છે.
તસવીરમાં સલમાન ખાન શર્ટ વગર જોવા મળ્યો