બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સ્ટારર ફિલ્મ "દબંગ 3"ની ટીમ રાજસ્થાનના ઉદયપુરમાં શૂટિંગ કરી રહી છે. અભિનેતા ફિલ્મના સેટની ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતા રહે છે. ફરી એકવાર ફિલ્મના સેટ પરથી કેટલાક નવા ફોટા આવ્યા છે, જેમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા તેમના ફેન્સ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ખાસ ફેન્સ છે, કેટલાક ખાસ બાળકો. આ સ્પેશિયલ બાળકો ઉમંગ ફાઉન્ડેશનના છે.
સલમાન ખાન અને સોનાક્ષીએ બાળકો સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ - latest bollywood news
મુંબઇઃ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ની શૂટિંગ રાજસ્થાનના ઉદયપુરના ચાલી રહી છે. આ દરમિયાન અભિનેતા સલમાન ખાન અને તેમની પૂરી ટીમ ઉમંગ ફાઉંડેશનના બાળકોની સાથે ડાન્સ કરતા જોવા મળે છે.
સલમાન અને આ બાળકોના ડાન્સનો વીડિયો એક્ટ્રેસ બિના કાકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન શર્ટ અને પેન્ટમાં જોવા મળી રહ્યો છે. બાળકો સલમાન સાથે મસ્તીમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે, સોનાક્ષી સિંહા, પ્રભુદેવા અને દબંગ 3 ટીમના અનેક સભ્યો છે. બિના કાને આ પોસ્ટ સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, જયપુરના ઉમંગના ખાસ બાળકો સાથે સલમાન, સોનાક્ષી અને પ્રભુદેવા. ડાંસિંગ, પાર્ટી અને ફન.
"દબંગ 3" ની વાત કરીએ તો ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ફેન્સ દબંગની ત્રીજી સીરીઝની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મના ઘણા ગીતો પણ આવી ગયા છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવાએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, સુદીપ, અરબાઝ ખાન, સાંઇ માંજરેકર છે. સલમાન ખાન, અરબાઝ ખાન અને નિખિલ અડવાણીએ સલમાન ખાન ફિલ્મના બેનર હેઠળ આ ફિલ્મ બનાવી છે. "દબંગ 3" આ વર્ષે 20 ડિસેમ્બરે થિયેટર્સમાં જોવા મળશે.