હૈદરાબાદ: કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના ચાહકોને વધુ રાહ જોયા વિના લગ્ન(Katrina Vicky wedding) કરી લીધા. ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સે આ જોડીને તેમના લગ્ન માટે ઉગ્રતાથી અભિનંદન આપ્યા હતા. હવે લગ્નની અમૂલ્ય ભેટ(Wedding Gift Katrina Kaif) કેટરીના-વિકી સુધી પહોંચી રહી છે. દંપતીના મિત્રો અને બોલિવૂડ સ્ટાર્સે આ કપલને લગ્નની ભેટ મોકલવાનું શરૂ કરી દીધું છે, જેમાં ખાસ કરીને સલમાન ખાન અને રણબીર કપૂરની ખાસ ભેટ(Salman Ranbir gives wedding gift to Katrina) છે.
કોણે શું ભેટ આપી
બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમણે કેટરિના-વિકીના લગ્નની શુભેચ્છા(Happy Katrina-Vicky wedding) પાઠવીને ઘરે ભેટ(Bollywood Katrina-Vicky wedding gift) મોકલી છે. મળતી માહિતી અનુસાર, વિકી કૌશલની મિત્ર તાપસી પન્નુએ તેને 1.5 લાખની કિંમતનું પ્લેટિનમ બ્રેસલેટ આપ્યું છે. શાહરૂખ ખાને કેટરીના કૈફને એકથી દોઢ લાખ રૂપિયાની પેટીંગ ગિફ્ટમાં આપી છે.આલિયાએ લાખો રૂપિયાની કિંમતની પરફ્યુમની ટોપલી ગિફ્ટમાં આપી છે. કેટરિના-વિકીની પાડોશી અનુષ્કા શર્માએ 6.4 લાખ રૂપિયા સુધીની હીરાની બુટ્ટી ભેટમાં આપી છે. ત્યારે બોલિવૂડના સુપરહીરો રિતિક રોશને કપલને એક BeamW બાઇક ભેટમાં આપી છે, જેની કિંમત 3 લાખ રૂપિયા છે.
સલમાન-રણબીરે કેટરીનાને શું આપ્યું?