સોશિયલ મીડિયા પર સલમાન સાથેની પ્રીતિની આ તસવીરો 'દબંગ 3' માં અભિનેત્રીના કેમિયો તરફ ઇશારો કરી રહી છે, પ્રીતિ ભૂરા રંગના પોલીસના ગણવેશમાં જોવા મળી રહી છે અને સલમાન ખાન પણ ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળી રહ્યો છે. સલમાન સાથેની પ્રીતિની આ તસવીરોથી બંનેના ચાહકોને આશ્ચર્ય થયું છે. પ્રીતિએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે, "હેલોવીન પર કંઇપણ થઈ શકે છે, હું અહીં થોડી મજા કરી રહી છું. આ બધુ 'દબંગ 3' ના શૂટમાં જોવા મળશે." તસવીરો જોઇને કેટલાક ફેન્સનું કહેવું છે કે પ્રીતિ દબંગ 3 માં જોડાઈ છે. તો કેટલાક માને છે કે પ્રીતિ ફિલ્મના સેટ્સ પર મસ્તી કરવા માટે આવી જ હશે.
સલમાન - પ્રીતિએ શેર કર્યા 'દબંગ 3' ના વીડિયો, ફિલ્મમાં કેમિયો તરફ ઇશારો? - bollywood news on etv bharat
મુંબઇ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ 'દબંગ 3' ના સેટ પરથી કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં બંને પોલીસના વેશમાં જોવા મળી રહ્યા છે.
સલમાન-પ્રીતિએ શેર કર્યા 'દબંગ 3' ના વીડિયો, ફિલ્મમાં કેમિયો તરફ ઇશારો?
જણાવી દઈએ કે 'દબંગ 3' નું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે આ ફિલ્મનું ટાઇટલ સોંગ પણ રિલીઝ થઈ ગયું છે. દબંગ 3 નું ટ્રેલર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાનની સાથે અભિનેત્રી સોનાક્ષી સિંહા અને મહેશ માંજરેકરની પુત્રી સઈ પણ છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થશે.