ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'કભી ઇદ કભી દીવાલી' : સલમાન સંગ કૃતિ જોવા મળશે - @ngemovies

મુંબઇઃ સલમાન ખાને હાલમાં જ ફરહાદ સામજી અને સાજિદ નડિયાદવાલાની સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'કભી ઇદ કભી દીવાલી'ના રિલીઝની જાહેરાત કરી છે. પોતાની અપકમિંગ ફિલ્મમાં અભિનેતાની સાથે કૃતિ સેનન પણ લીડ રોલમાં જોવા મળશે.

Etv Bharat, Bollywood News, Kabhi Eid Kabhi Diwali
કભી ઇદ કભી દીવાલી

By

Published : Jan 13, 2020, 9:39 AM IST

જો કે, ફિલ્મના પ્લોટ અને સ્ટોરીલાઇન વિશે વધુ કોઇ ખુલાસો કર્યો નથી, પરંતુ થિયેટર્સમાં દર્શકોની ભીડ માટે સલમાન ખાન અને કૃતિ સેનોનની ઑન સ્ક્રીન જોડીનું હોવું પણ જરૂરી છે. ફિલ્મ 2021ની ઇદ પર રિલીઝ થશે, ત્યારે આશા છે કે, આવનારા સમયમાં ફિલ્મ વિશે વધુ જાણકારી મળી શકશે.

સલમાન ખાને પોતાના ટ્વિટર પર પોતાની અપકમિંગ ફિલ્મનું અનાઉંસમેન્ટ કરતાં લખ્યું કે, 'મારી આવનારી ફિલ્મની જાહેરાત કરું છું... કભી ઇદ કભી દીવાલી... સ્ટોરી અને નિર્માણ સાજિદ નડિયાદાલા દ્વારા... ફરહાદ સામજીના નિર્દેશન હેઠળ બનશે... ઇદ 2021માં રિલીઝ થશે... #સાજિદ નડિયાદવાલા... @ngemovies @farhad_samji @wardanadiadwala @skfilmsofficial.'

સલમાન ખાન છેલ્લે પોતાની હિટ ફિલ્મ સીરિઝ 'દબંગ'ના ત્રીજા પાર્ટ 'દબંગ-3'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા અને અરબાઝ ખાન હતા. આ વખતે ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર સુદીપ કિચ્ચા અને મહેશ માંજરેકરની દિકરી સઇ માંજરેકરે બૉલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

બીજી તરફ કૃતિ સેનને હાલમાં જ મલ્ટીસ્ટારર કૉમેડી ફિલ્મ 'હાઉસફુલ-4'માં લીડ રોલમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી ઉપરાંત અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા પણ લીડ રોલ્સમાં જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details