મુંબઈઃ મંગળવારે ફિલ્મ નિર્માતા સુરજ બડજાત્યાએ ખુલાસો કર્યો છે કે, તે પોતાના ફેવરિટ સુપરસ્ટાર સલમાન ખાન માટે સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે. જે સ્ક્રિપ્ટનો કોન્સેપ્ટ અભિનેતા સલમાન ખાનને ખુબ જ પસંદ આવ્યો છે. 54 વર્ષીય સુરસ્ટાર સલમાન ખાન અને ફેમિલી ફિલ્મોના માસ્ટર તરીકે ઓળખાતાં ફિલ્મનિર્માતા સુરજ બડજાત્યાએ 1989માં 'મેને પ્યાર કિયા'ફિલ્મથી બંનેએ એક સાથે કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે બંને સ્ટર્સે 2015માં ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'માં કામ કર્યું હતું.
જાણો સલમાન ખાન માટે કોણ લખી રહ્યું છે સ્ક્રિપ્ટ? - સલમાન ખાનની આગામી ફિલ્મ
ફિલ્મ નિર્માતા સુરજ બડજાત્યા સલમાન ખાન માટે પારિવારીક ડ્રામા પર સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે. આ અંગે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.
![જાણો સલમાન ખાન માટે કોણ લખી રહ્યું છે સ્ક્રિપ્ટ? salman khan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5797443-997-5797443-1579677699093.jpg)
સુરજ બડજાત્યાએ એક ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું કે, 'હું એક સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. જે સ્ક્રિપ્ટ એક અથવા બે વર્ષમાં આખી લખાઈ જશે. સ્ક્રિપ્ટના આઈડિયા પર મે સલમાન સાથે વાત કરી હતી. જેને આ આઈડિયા ખુબ જ પસંદ આવ્યો છે. આ મારા દ્રષ્ટિકોણની એક ફિલ્મ હશે, જે ડ્રામા, પરિવાર અને ઈમોશન્સ સાથે જોડાયેલી હશે.'
વધુમાં બડજાત્યાએ કહ્યું કે, હાલ તે તેના નાના પુત્ર અવનીશના નિર્દેશનમાં બની રહેલા પહેલા પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યાં છે. સલમાન ખાન અને બડજાત્યાએ 'હમ આપકે હૈ કોન', 'પ્રેમ રતન ધન પાયો' અને હમ સાથ સાથ હૈ' જેવી પારિવારિક ફિલ્મો બૉલિવૂડને આપી છે.