મુંબઈઃ દેશભરમાં થયેલા લોકડાઉનમાં ફિલ્મ અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાં શુટિંગ બંધ કરાયુ છે. જેથી ઈન્ડ્સ્ટ્રીમાં નાનુ-મોટુ કામ કરતાં કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ તકલીફ વચ્ચે 'રાધે' અને 'યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ના કર્મચારીના ખાતામાં સલમાન ખાને એડવાન્સ પગાર જમા કરાવ્યો છે.
સલમાન ખાને 'રાધે' ફિલ્મની ટીમ મેમ્બરના ખાતામાં એડવાન્સ સેલેરી જમા કરાવી - सलमान खान राधे
સલમાન ખાને ફરી એકવાર તેની દરિયાદીલી બતાવી છે. સલમાને તેની આગામી ફિલ્મ 'રાધે' ફિલ્મની ટીમના સભ્યોના ખાતામાં એડવાન્સ સેલેરી જમા કરાવી છે.
સલમાન ખાને 'રાધે' ફિલ્મની ટીમ મેમ્બરના ખાતામાં એડવાન્સ સેલેરી જમા કરાવી
મેક અપ આર્ટિસ્ટ સુભાષ કપૂરે આ વાાતની પૃષ્ટિ કરી હતી. તેણે જણાવ્યુ હતું કે, તેમણે મહાન કામ કર્યુ છે. હું દિલથી સલમાન સરનો આભાર માનું છું. હમણાં સંકટનો સમય છે.
આ પહેલા સલમાન ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 25,000થી વધારે દૈનિક વેતન મેળવતા કર્મચારીઓને મદદ કરી છે. જેમનું જીવન લોકડાઉનના કારણે પ્રભાવિત થયું છે.