મુંબઇ: આજકાલ સ્વચ્છતા અને સુરક્ષા રાખવી મહત્વનું છે. આવી સ્થિતિમાં, બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને લોકોમાં નમસ્કાર અને નમસ્તેને પ્રોત્સાહન આપવા માટે કોલ્ડ ડ્રિંક બ્રાંડ સાથે અભિયાનમાં ભાગ લીધો હતો.
વિશ્વમાં કોરોના વાઇરસ રોગચાળો જોતા, સામાજિક અંતર અપનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને મળતા સમયે હાથ મિલાવવાનું ટાળી રહ્યા છે.લોકો એક બીજાને મળવા માટે નમસ્તે કરી રહ્યા છે.
ભારતની આ સ્વદેશી પરંપરાને પોપ સંસ્કૃતિનો એક ભાગ બનાવવા માટે, કોલ્ડ ડ્રિંક બ્રાન્ડે તેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન સાથે રોમાંચક ડિજિટલ ફોરવર્ડ અભિયાન શરૂ કર્યું છે. આ વીડિયો અભિયાનનો ઉદ્દેશ વિશ્વમાં લોકો સુધી નમસ્કારને પહોચાવવાનો છે, જે સામાજિક અંતરને સુનિશ્ચિત કરવાનો એક મહાન માર્ગ છે.
સલમાને કહ્યું, "લોકોને સંપર્ક રહિત મેલ જોલ કરવા માટે હું કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ સાથે જોડાયો જેનો મને મને ગર્વ છે. મને ખાતરી છે કે લોકો આ અભિયાનને પસંદ કરશે."