મુંબઇ: 'દબંગ' ડિરેક્ટર અભિનવ સિંહ કશ્યપે ફેસબુક પર નિવેદન લખીને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. અભિનવસિંહે પોતાના નિવેદનમાં સલમાન ખાન પર ઘણા આક્ષેપો કર્યા છે, ત્યારબાદ સલમાન ખાનના પિતા સલીમખાન અને ભાઈ અરબાઝ ખાને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. અભિનવના નિવેદન બાદ અરબાઝ ખાને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
સલમાન ખાનના પિતા સલીમખાને કહ્યું છે કે, તે આ પર પોતાનો સમય બગાડવા માંગતા નથી.