મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધનના સમાચાર બહાર આવતાની સાથે જ તેના મૃતદેહની તસ્વીરો વાઈરલ થવા લાગી હતી. દરેક લોકો આ વાતથી હેરાન હતા કે, સમજ્યા વિચાર્યા વગર ફોટા શેર થઈ રહ્યા છે અને આ વિશે કોઈ પગ પણ લેવામાં નથી આવી રહ્યા.
સુશાંતના મૃતદેહની તસ્વીરો શેર કરવા પર કાનૂની કાર્યવાહી થશે - last pic sushant singh rajput
સાજીદ નડિયાદવાલાએ મહારાષ્ટ્રના ગૃહપ્રધાનને સુશાંતસિંહ રાજપૂતના મૃતદેહના ફોટા શેર ન થવા દેવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે વાત કરી હતી જેના પર અધિકારીઓએ તરત કાર્યવાહી કરી છે.
સુશાંતના મૃતદેહની તસ્વીરો શેર કરવા પર કાનૂની કાર્યવાહી થશે
આ તસ્વીરોને વધુ ફેલાતી રોકવા સુશાંતની ફિલ્મ ‘છિછોરે’ ના નિર્માતા સાજીદ નડિયાદવાલાએ મહારાષ્ટ્રના ગૃહપ્રધાનને પત્ર લખી આ અંગે યોગ્ય પગલા ભરવા માગ કરી હતી.
આથી તાત્કાલિક અધિકારીઓએ આ વિશે પગલા લેતા સાઈબર વિભાગને જાણ કરી તસ્વીરો શેર ન કરવા અંગેની ચેતવણી જાહેર કરી હતી. મુંબઈ પોલીસે તેના ઑફિશિયલ હેન્ડલ પર ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ આ તસ્વીરો શેર કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.