મુંબઈ: અનુરાગ કશ્યપે તેની નેટફ્લિક્સ ફિલ્મ ‘ચોકડ: પૈસા બોલતા હૈ’ ની મુખ્ય અભિનેત્રી સંયામી ખેરને ફિલ્મનો ભાગ બનવા બદલ આભાર માન્યો હતો. આ ફિલ્મને આજથી ત્રણ વર્ષ પહેલાં નોટબંધીના સમયમાં શૂટ કરવામાં આવી હતી.
અનુરાગે એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો હતો જેમાં તે સંયામીને આનંદથી ભેટી પડતો જોવા મળી રહ્યો છે.