ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂતનાં નિધનથી સારા અલી ખાન છે શોકમાં...

અભિનેતા સૈફઅલી ખાને જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી તેમની પુત્રી અભિનેત્રી સારા અલી ખાન ખૂબ દુઃખી અને શોકમાં છે.

 સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી સારા અલી ખાનને લાગ્યો ઝટકો
સુશાંત સિંહ રાજપૂતનાં નિધનથી સારા અલી ખાનને લાગ્યો ઝટકો

By

Published : Jun 17, 2020, 6:07 PM IST

મુંબઇ: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી સમગ્ર દેશને આંચકો લાગ્યો છે. સુશાંત હવે આપણી વચ્ચે નથી રહ્યો તે માનવું પણ મુશ્કેલ છે. આ ઘટનાને લઇને બોલિવુડ ઇન્ડસ્ટ્રી વિષેની ઘણી વાતો સામે આવી રહી છે. હાલમાં સૈફ આલી ખાનને જણાવ્યું હતું કે, તેની પુત્રી સારા ખાન સુશાંતની આત્મહત્યાથી ખૂબ શોકમાં છે. સારાએ ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી અને આ ફિલ્મમાં તેના સહ-કલાકાર સુશાંત હતો.

સૈફે લીડિંગ પોર્ટલનમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી સારા આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. તે દુઃખ સાથે શોકમાં પણ છે. સારા સુશાંતથી ખૂબ પ્રભાવિત હતી. તેણે મને કહ્યું કે, સુશાંત એકદમ હોશિયાર છે. તે કોઈ પણ વિષય પર વાત કરી શકતો હતો. તે ફીટ રહેવાની સાથે સાથે મહેનતુ અને સારો એક્ટર પણ હતો.

સૈફે સુશાંતની ફિલ્મ 'દિલ બેચારા'માં મહેમાનનો રોલ કર્યા હતો. તો સૈફે જણાવ્યુ હતુ કે, ‘જ્યારે મેં 'દિલ બેચારા’ માં મહેમાનનો રોલ કર્યો ત્યારે સુશાંત તેનાથી ખૂબ ખુશ હતો. તેણે મને કહ્યું કે હું તમારી સાથે ઘણી બધી બાબતો પર વાત કરવા માંગુ છું, પરંતુ તે કરી શક્યા નહીં મને તેની સાથે કામ કરવાનું ખૂબ પસંદ આવ્યું હતું. સુશાંતની ફિલ્મ 'દિલ બેચારા' હજી રિલીઝ થઈ નથી. તે ફલ્ટ ઇન અવર લાઇફની હિન્દી રિમેક છે.

ABOUT THE AUTHOR

...view details