ગુજરાત

gujarat

સૈફ અલી ખાન લેશે પેટરનીટી લીવ, નવા મહેમાન સાથે પસાર કરશે સમય

By

Published : Feb 8, 2021, 2:14 PM IST

ચોથી વાર પિતા બનવા જઈ રહેલા સૈફ અલી ખાને હાલમાં જ જાહેર કર્યું છે કે, તે તમામ વ્યવસાયોમાંથી રજા લઈ રહ્યો છે અને તે પોતાની ગર્ભવતી પત્ની સાથે સમય પસાર કરશે.

karina
karina

  • સૈફ નવા મહેમાનના આગમનમાં 'પેટરનીટી લીવ' લેશે
  • પેટરનીટી લીવ બાદ જ શરૂ કરશે 'આદીપુરુષ'નું શૂટિંગ
  • હું અભિનેતા છું, તમારૂ કર્તવ્ય તમારા કામ ઉપર આધારિત હોય છે: સૈફ

મુંબઈ:બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન ફરી એક વખત પિતા બનવા જઈ રહ્યો છે, કરીના કપુર ખાન આ મહિનાના અંત સુધીમાં સારા સમાચાર આપે તેવી આશા છે ત્યારે સૈફ અલી ખાને જાહેર કર્યું છે કે, તે પહેલા પોતાની પત્નિ અને નવા મહેમાન સાથે સમય પસાર કરશે, ત્યાર બાદ જ 'આદીપુરુષ'નું શૂટિંગ શરૂ કરશે.

એક નાનું મહેમાન ઘરમાં હોય ત્યારે કોઈ કઈ રીતે કામ કરી શકે?: સૈફ

એક મેગેઝીનના ઈન્ટરવ્યું દરમિયાન સૈફે કહ્યુ હતું કે," એક નાનું મહેમાન ઘરમાં હોય ત્યારે કોઈ કઈ રીતે બહાર જઈ કામ કરી શકે?, તમારે બાળકને મોટા થતા ન જોવું એ એક મોટી ભુલ છે. મારા કામમાંથી મારા બાળક માટે સમય કાઢવો એ મારુ સદ્ભાગ્ય છે. હું કોઈ 9થી 5ની નોકરી નથી કરી રહ્યો. હું અભિનેતા છું, તમારૂ કર્તવ્ય તમારા કામ ઉપર આધારિત હોય છે. "

સૈફે સમજાવ્યું પેટરનીટી લીવનું મહત્વ

સૈફ અલી ખાન નવા મહેમાનના આગમનમાં 'પેટરનીટી લીવ' લેવા જઈ રહ્યો છે. તે પોતાની પત્નિની ખૂબ જ કાળજી લઈ રહ્યો છે. તેણે ઈન્ટરવ્યુમાં પેટરનીટી લીવનું મહત્વ સમજાવ્યું હતું અને બાળકો સાથે સમય પસાર કરવો કેટલો મહત્વનો છે તે વિશે પણ વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details