મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ માટે કામ અંગેનું ડિપ્રેશન અને નેપોટિઝમનું કારણ બહાર આવતા જ બોલિવુડના તમામ સેલેબ્સ કે જેઓ ભલામણ દ્વારા ફિલ્મો મેળવતા હોય તેઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશનો માહોલ છે. તેવામાં એક પછી એક બોલિવુડ સ્ટાર્સના આ અંગેના નિવેદનો પણ વિવાદ વધારવાનું કામ કરી રહ્યા છે.
હાલમાં પ્રિયંકા ચોપરાના એક જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેણે બોલિવુડમાં નેપોટિઝમ વિશે કબૂલાત કરી હતી. તેના પછી હવે વિતેલા જમાનાની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોરના પનોતા પુત્ર સૈફ અલી ખાન પણ બફાટ કરતા પોતે નેપોટિઝમનો શિકાર થયો હોવાની ટિપ્પણી કરી છે. જેને પગલે સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા તે ખૂબ જ ટ્રોલ થયો છે.
એક યુઝરે લખ્યું, "હજી કેટલું ખોટું બોલશો? શરમ નથી આવતી?"