- અભિનેત્રી કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો
- કરીનાએ સૈફ અલી ખાનની ફિલ્મ 'ભૂત પોલીસ'નું ફર્સ્ટ પોસ્ટર કર્યું શેર
- ફિલ્મનું પોસ્ટર્સ જોઈને દર્શકોની આતુરતાનો આવ્યો અંત
અમદાવાદ: દર્શકો લાંબા સમયથી બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ફિલ્મ ભૂત પોલીસ (Bhoot Police)ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે દર્શકોની આતુરતાનો થોડોક અંત આવ્યો છે. કારણ કે, આજે ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મની સ્ટારકાસ્ટે પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social media account)પર ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. જ્યારે સૈફ અલીની પત્ની અભિનેત્રી કરીના કપૂરે (Kareena Kapoor) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટર શેર કર્યું છે. જો કે, ફિલ્મનું પહેલું પોસ્ટર જોઈને દર્શકો રાજી થઈ ગયા છે. આ સાથે જ પોસ્ટર શેર કરીને તેમના ફેન્સને એ પણ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ટૂંક જ સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ (Digital platform)પર રિલીઝ થશે.