ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવૂડના ચોકલેટ બોય સૈફ અલી ખાનનો 50મો જન્મદિવસ - સૈફ અલી ખાનના જન્મદિવસના સમાચાર

બોલિવૂડના નવાબ ખાન કહેવાતા સૈફ અલી ખાન રવિવારે તેમનો 50મો જન્મદિવસ મનાવી રહ્યા છે. સૈફ તેની ફિલ્મોને કારણે ખૂબ જ પ્રખ્યાત છે અને તેણે પોતાની ફિલ્મ્સના જોરે પોતાની એક ખાસ ઓળખ પણ બનાવી છે.

સૈફ અલી ખાન
સૈફ અલી ખાન

By

Published : Aug 16, 2020, 6:58 PM IST

મુંબઇ: બોલિવૂડનો ચોકલેટ બોય સૈફ અલી ખાન અભિનય કરતા બીજી વાતોના કારણે વધારે ચર્ચામાં રહ્યો છે. તે એક દિલફેંક આશિક તરીકે પણ ઓળખાય છે, જે પોતાથી બાર વર્ષ મોટી અભિનેત્રીના પ્રેમમાં પડે છે, અને કેટલીકવાર તે પોતાથી દસ વર્ષ નાની અભિનેત્રી સાથે લગ્ન કરે છે.

બોલિવૂડના નવાબ ખાન તરીકે ઓળખાતા સૈફનો જન્મ 16 ઓગસ્ટ 1970 માં થયો હતો. રવિવારે તે 50 વર્ષનો થઈ ગયો છે. તેની માતા બોલિવૂડની વરિષ્ઠ અભિનેત્રી શર્મિલા ટાગોર છે અને પિતા પ્રખ્યાત ક્રિકેટર મંસૂર અલી ખાન પટૌદી છે. સૈફ અલી ખાન તેની નવાબી સ્ટાઇલ સિવાય પણ તેમની ક્યુટનેસ માટે ઓળખાય છે.જો કે હાલમાં સૈફ જે ફિલ્મો કરી રહ્યો છે તે તેની છબીને ઘણી હદ સુધી બદલી ગઇ છે. સૈફ હવે ક્યૂટ માણસને બદલે હાર્ડ મેન તરીકે ઓળખાય છે. સૈફ મલ્ટીફેસ્ડ એક્ટર તરીકે પણ જાણીતા છે.

સૈફ અલી ખાન

બોલીવૂડમાં સૈફે લગભગ બે દાયકા પૂર્ણ કર્યા છે. ખાસ વાત એ છે કે , આ દરમિયાન તેણે ઘણી ફિલ્મો કરી અને દરેક પ્રકારનું પાત્ર ભજવ્યું છે . હીરો અને એક્શન હીરો બંને પાત્રમાં સૈફને પસંદ કરવામાં આવ્યો છે. સૈફ અલી ખાને 1992 માં યુ.એસ. માં અભ્યાસ કર્યા બાદ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેજ વર્ષે, તેની પહેલી ફિલ્મ 'પરંપરા' રિલીઝ થઈ હતી. ફિલ્મ ફ્લોપ થઈ પણ સૈફની કારકિર્દી આગળ વધી.

સૈફ અલી ખાન

સૈફની આગામી ફિલ્મ 1993 માં આશિક આવારા હતી. આ ફિલ્મ માટે, સૈફને ઉભરતા અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. જે બાદ તેની રિલીઝ થયેલી ફિલ્મો "પહેચાન", "ઇમ્તિહાન", "યે દિલ્લગી" પણ સારી રહી હતી. આમાં સૈફની અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તેના અભિનયને હજી સુધી ઓળખ મળી ન હતી.1994 માં સૈફે અક્ષય કુમાર સાથે ફિલ્મ "મેં ખિલાડી તુ અનારી"માં કામ કર્યું હતું. ત્યાર બાદ તે દર્શકોમાં ખુબ પ્રખ્યાત બની ગયો. આ ફિલ્મ મોટી હિટ બની હતી.

સૈફ અલી ખાન

અક્ષય કુમાર સાથે સૈફને ખાસ પસંદ કરવામાં આવતો હતો. જોકે, તેના પછી તેની બોલિવૂડ કારકિર્દી ફરી નબળી પડી ગઇ હતી.આ દરમિયાન તેણે "કચ્ચે ધાગા (1999)", "હમ સાથ સાથ હૈ (1999)", "દિલ ચાહતા હૈ (2001)" અને "કલ હો ના હો (2003)" જેવી સફળ ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ તે પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

સૈફ અલી ખાન

વર્ષ 2004 તેની કારકિર્દીનું મહત્વપૂર્ણ વર્ષ સાબિત થયું. કારણ કે તે વર્ષે તેની ફિલ્મ 'હમ તુમ' આવી હતી, જેમાં તે લીડ રોલમાં હતો. આ ફિલ્મે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ આપયો હતો.જેના પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં અને સૈફે તે પછી "પરિણીતા (2005)", "ઓમકારા (2006)", "તા રા રમ પમ (2007)", "રેસ (2008)", "લવ આજ કાલ (2009)", "કોકટેલ (2012)" જેવી સપરહિટ ફિલ્મો કરી અને પોતાને બી-ટાઉનના મુખ્ય અભિનેતા તરીકે સ્થાપિત કર્યો.

સૈફ અલી ખાન

સૈફની ફિલ્મ "કાલાકાંડી "2017 માં અને 2018 માં "બજાર" આવી હતી. બંને ફિલ્મોની પ્રેક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી.ગયા વર્ષે તેમના જન્મદિવસ પર તેમની ફિલ્મ "લાલ કપ્તાન"નું ટીઝર રિલીઝ થયું હતું. ફિલ્મને સિનેમા હોલમાં દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.તે પછી તે જ વર્ષે, અભિનેતાની ફિલ્મ "તાન્હાજી " અને "જવાની જાનેમન" રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોમાં સૈફની અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ માચાવી હતી.

સૈફ અલી ખાન

હાલમાં જ રિલીઝ થયેલી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ "દિલ બેચરા"માં પણ સૈફ અલી ખાને મહત્વની ભૂમિકા નિભાવી હતી.સૈફની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે "બંટી ઓર બબલી 2", "ભૂત પોલીસ" અને "ગો ગોવા ગોન"ની સિક્વલમાં જોવા મળશે.

સૈફ અલી ખાન

ABOUT THE AUTHOR

...view details