હૈદરાબાદઃબોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન (Sahrukh Khan Upcoming Films) છેલ્લે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાને સતત ચાર વર્ષથી એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી. આ દરમિયાન શાહરૂખ પારિવારિક સમસ્યાઓમાં ફસાઈ ગયો હતો. શાહરૂખની ફિલ્મ 'પઠાણ' પણ પૂરી થઈ નથી, જ્યારે શાહરૂખના ફેન્સ તેના મોટા કમબેકની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખની એક અનામી ફિલ્મ સાઉથના ફિલ્મ નિર્દેશક એટલી (Atli next project સાથે પણ ચર્ચામાં છે, જેનું શૂટિંગ શરૂ થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો:રાખી સાવંતના વાયરલ વીડિયો પર ફેન્સે કરી આવી કોમેન્ટ
શાહરૂખ-અટેલીની જોડી આગામી સપ્તાહથી ફિલ્મનું શૂંટિગ કરશે
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફાઈન ડાયરેક્ટર એટલીએ ઘણા સમય પહેલા શાહરુખ સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મ પર કામ પણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. હવે બોલિવૂડ લાઈફના સમાચાર મુજબ, શાહરૂખ-અટેલીની જોડી આગામી સપ્તાહથી ફરી આ ફિલ્મ પર કામ શરૂ કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મનું શૂટિંગ દક્ષિણ મુંબઈમાં કરવામાં આવશે.