ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સડક-2'નું ટ્રેલર રિલીઝ: રોમાન્સમાં ડૂબ્યા આલિયા-આદિત્ય, જુઓ વીડિયો - latestgujaratinews

આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ 'સડક-2'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલાં ચર્ચા હતી કે, ફિલ્મનું ટ્રેલર 11 ઓગસ્ટે રિલીઝ થશે, પરંતુ સંજય દત્તની બગડતા સ્વાસ્થ્યના સમાચાર સામે આવ્યા બાદ એક દિવસ માટે ટાળવામાં આવ્યું હતું. 'સડક-2' 28 ઓગસ્ટના રોજ ડિઝિટલ પ્લેટફૉમ પર રિલીઝ થશે.

Sadak 2 traile
સડક 2 ' ટ્રેલર

By

Published : Aug 12, 2020, 12:25 PM IST

Updated : Aug 12, 2020, 12:42 PM IST

મુંબઈ: આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર અને સંજય દત્તના અભિનયમાં બનેલી ફિલ્મ 'સડક-2'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં જોવામાં આવે તો આલિયા ભટ્ટ જે આર્યાના પાત્રમાં છે. આદિત્ય રૉય કપૂર વિશાલ અને સંજય દત્ત રવિ નામના એક એજન્ટના પાત્રમાં જોવા મળી રહ્યાં છે. જે આલિયા અને આદિત્યને એક ટૂરિસ્ટ બુકિંગ પર લઈ જાય છે. જ્યાં તેમનો સામનો એક દુશમન સાથે થાય છે. આ ફિલ્મ 28 ઓગસ્ટના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર 28 ઓગ્સ્ટના રિલીઝ થશે.

'સડક 2 ' ટ્રેલર રિલીઝ

સંજ્જુ બાબાને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર, સારવાર અર્થે US જવા રવાના

ફિલ્મનું ટ્રેલર 11 ઓગસ્ટના રિલીઝ થવાની હતી, પરંતુ સંજય દત્તની તબિયત ખરાબ થતા 'સડક-2' ટ્રેલરને એક દિવસ પહેલા ટાળવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રૉય કપૂરની ફિલ્મ 'સડક-2' મુખ્ય પાત્રમાં છે.

આ પણ વાંચો..‘સડક-2’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 28 ઑગસ્ટે રિલીઝ થશે

આ ફિલ્મમાં જિશુ સેનગુપ્તા, મકરંદ દેશપાંડે, ગુલશન ગ્રોવર, પ્રિયંકા બોસ, મોહન કપૂર અને અક્ષય આનંદ પણ જોવા મળશે. ફિલ્મ 'સડક-2'નું નિર્દેશન મહેશ ભટ્ટે કર્યુ છે. આ ફિલ્મ 1991ની ફિલ્મની સિક્વલ છે. જેમાં પૂજા ભટ્ટ અને સંજય દત્ત લીડ રોલમાં હતા. દિગ્દર્શક તરીકે 21 વર્ષ બાદ મહેશે ભટ્ટ પડદા પર પરત ફર્યા છે. જેમની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ 'કારતૂસ' હતી, જે 1999માં રિલીઝ થઈ હતી.

Last Updated : Aug 12, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details