ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સડક-2'ના ટ્રેલરનો વીડિયો બન્યો યુટ્યુબ પરનો દુનિયાનો ત્રીજો સૌથી વધુ ડિસલાઇકડ વીડિયો - મહેશ ભટ્ટ

આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર અભિનીત ફિલ્મ 'સડક-2'ના ટ્રેલરનો વીડિયો દુનિયાનો ત્રીજો સૌથી વધુ નાપસંદ વીડિયો બન્યો છે.

 'સડક-2' ટ્રેલર બન્યું યુટ્યુબ પરનો દુનિયાનો ત્રીજો સૌથી વધુ ડિસલાઇકડ વીડિયો
'સડક-2' ટ્રેલર બન્યું યુટ્યુબ પરનો દુનિયાનો ત્રીજો સૌથી વધુ ડિસલાઇકડ વીડિયો

By

Published : Aug 16, 2020, 4:59 PM IST

મુંબઇ: ફિલ્મ 'સડક-2'નું ટ્રેલર દુનિયામાં ત્રીજું સૌથી વધુ ડિસ લાઈક ધરાવનારું ટ્રેલર બની ગયું છે. ભારતમાં યુટ્યુબ પર તેને સૌથી વધુ ડિસ લાઈક મળી છે.

એક રિપોર્ટ અનુસાર લગભગ 90 લાખથી વધુ ડિસ લાઈક સાથે 'સડક-2' ત્રીજા સ્થાન પર છે જ્યારે દ્વિતીય સ્થાન પર પોપ સિંગર જસ્ટિન બીબરનું ગીત 'બેબી' છે અને પ્રથમ નંબર પર 1.82 કરોડ ડિસ લાઈક સાથે યુટ્યુબ દ્વારા જ પોસ્ટ થયેલો વીડિયો '2018 રિવાઇન્ડ' છે.

12 ઑગસ્ટે રિલીઝ થયેલા 'સડક-2'ના ટ્રેલરને નેપોટિઝમના વિવાદને પગલે ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં નેપોટિઝમનો મુદ્દો ઘણો ચર્ચામાં છે.

'સડક-2'માં આલિયા અને પૂજા ભટ્ટ સાથે સંજય દત્ત અને જાણીતા નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરના નાના ભાઈ આદિત્ય રોય કપૂરે કામ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details