મુંબઇ: સંગીતકાર સુનીલજીતે તેના પર લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કરતા જણાવ્યું કે, 'સડક 2' ની ગીત ઇશ્ક કમાલ તેનું મૂળ કંપોજીશન છે.
બુધવારે 'સડક 2' નું ટ્રેલર લોન્ચ થયાં પછી તરત જ સંગીત નિર્માતા શેજાન શર્મા એ દાવો કર્યો હતો કે, ટ્રેલરમાં જે ગીત વગાડવામાં આવ્યું છે તે તેમના દ્વારા 2011માં બનાવવવામાં આવેલા એક કંપોજીશન જેવું લાગે છે. શેજાને ટ્વીટ કરીને જણાવ્યું કે, "હવે અમે શું કરીએ, પાકિસ્તાનમાં મેં જે ગીત પ્રોડયૂસ કર્યું તેની નકલ કરવામાં આવી છે. આ ગીત તેણે 2011 માં લોન્ચ કર્યું હતું.