હૈદરાબાદ:હૃતિક રોશન અને અભિનેત્રી સબા આઝાદ (saba azad and hrithik roshan) સાથે જોવા મળ્યા હતાં. આ દરમિયાન બન્ને એકબીજાનો હાથ પકડીને કારમાં બેસી જતા પાપારાઝીઓથી બચી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આવતા જ ખળભળાટ મચી ગયો હતો. ચારેબાજુ એક જ ચર્ચા હતી કે આ છોકરી કોણ છે જે હૃતિક સાથે ડિનર પર ગઈ હતી અને હૃતિક ફરી પ્રેમ પડ્યો છે કે કેમ. હવે આ ડેટિંગ અફવાઓ પર સબા આઝાદની પ્રતિક્રિયા સામે આવી છે.
ઈ-ટાઇમ્સે સબાને હૃતિક સાથે ઉડતી અફવાઓ અંગે ચર્ચા કરવા માટે ફોન કર્યો હતો
ઈ-ટાઇમ્સે સબાને હૃતિક સાથે ઉડતી અફવાઓ અંગે ચર્ચા કરવા માટે ફોન કર્યો, તો અભિનેત્રીએ જવાબ આપ્યા વિના કૉલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો, પરંતુ કૉલ ડિસ્કનેક્ટ કરતાં પહેલાં, સબાએ ચોક્કસપણે કહ્યું, 'માફ કરશો, હું કામમાં છું. હું વ્યસ્ત છું, પછી કૉલ કરો. જણાવીએ કે, હૃતિક અને સબાનો ડિનર ડેટવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ બોલિવૂડમાં (Bollywood upcoming Movies) પણ હૃતિક-સબાને લઈને ધૂમ મચી છે.
સબાએ ફિલ્મો સાથે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે