ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સાહો' ની ધમાકેદાર ઓપનિંગ, જાણો કેટલા કરોડની કરી કમાણી... - etv bharat news

મુંબઈ: 'બાહુબલી' ફેમ પ્રભાસ અને બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપુરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સાહો' બૉક્સ ઑફિસ પર રિલીઝ થઈ ગઈ છે અને રિલીઝની સાથે ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરવાનું પણ શરુ કરી દીઘું છે.

'સાહો' ની ધમાકેદાર ઓપનિંગ, જાણો કેટલા કરોડની કરી કમાણી...

By

Published : Aug 31, 2019, 7:26 PM IST

પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'સાહો' સિનેમા ઘરમાં આવી ચુકી છે. ફિલ્મ સમીક્ષકોએ તરફથી નેગેટીવ પ્રતિક્રિયા મળી છે તો બીજી તરફ ફૈંસના ઉત્સાહને કારણે ફિલ્મની ઓપનિંગ ધમાકેદાર રહ્યું હતું.

શુક્રવારના રોજ વિવિધ ભાષાઓમાં રિલીઝ થયેલી ફિલ્મે લગભગ 70 - 72 કરોડની કમાણી કરી છે. ત્યારે માત્ર હિંદી સિનેમામાં જ ફિલ્મે 19થી 20 કરોડની કમાણી કરી લીધી છે. કોઈ બે મત નથી કે કમાણીના આંકડા જબરદસ્ત છે. 'સાહો' આ વર્ષની ત્રીજી સર્વશ્રેષ્ઠ ઓપનિંગમાં લિસ્ટમાં શામિલ થઈ ગઈ છે. પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર પ્રભાસે 'સાહો'માં નિશ્ચિત રુપે સાહોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

રૉબર્ટ ડાઉન જુનિયર સ્ટારરે 'સાહો'ની તુલના 'અવેંજર્સ:એંડગેમ્સ' સાથે કરી, જેને ચાલુ વર્ષની 26 એપ્રિલના ભારતમાં ધુમ મચાવી હતી. 'અવેંજર્સ: એંડગેમ્સ'ના ક્લેક્શને પણ પાછળ રાખી દે તેવી આશા કરતા જબલીના એક પ્રશંસકે ક્હ્યુ હતું કે, ' હું એક્શન ફિલ્મોનો ફેન છું અને મેં સાહોનું ટ્રેલર 100 વખત જોયું છે.

ફિલ્મ શરુઆતથી જ ચર્ચામાં હતી. 'બાહુબલી 2- ધ કન્ક્લુઝન' 2017માં રિલીઝ થઈ હતી તે પછી પ્રભાસે માત્ર 'સાહો' પર જ કામ કર્યું છે. એટલે કે અંદાજે ડોઢ વર્ષ તેમણે આ ફિલ્મને આપ્યું છે. આ ઉપરાંત 'સાહો' સિવાય અન્ય કોઈ ફિલ્મ શુક્રવારના રોજ રિલીઝ થઈ નહોતી. કારણ કે કોઈપણ ફિલ્મમેકર 'સાહો' સાથે ટકરાવવા માંગતું નહોતું.

'સાહો'ના પહેલા દિવસની કમાણીમાં એડવાન્સ બુકિંગનો ફાળો પણ મહત્વનો રહ્યો છે. ટ્રેડ રિપોટર્સ અનુસાર, 'સાહો' એ 8.50 કરોડ રુપિયા એડવાન્સ બુકિંગથી જ કમાઈ લીધા હતા. 2019 ની 'સાહો' ત્રીજી સર્વશ્રેષ્ઠ ઓપનિંગ ફિલ્મ છે. સૌથી ધમાકેદાર ઓપનિંગનો રેકોર્ડ સલમાનની 'ભારત' ફિલ્મના નામે છે. જેણે શરુઆતમાં જ 42 કરોડની કમાણી કરી હતી. બીજા સ્થાન પર અક્ષય કુમારની 'મિશન મંગલ' છે, જેણે 29 કરોડની શરુઆતી કમાણી કરી હતી. સુજીત દ્વારા નિર્દેશિત, 'સાહો' માં શ્રદ્ધા કપૂર, જૈકી શ્રૉફ, નીલ નિતિન મુકેશ અને વેનેલા કિશોર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.

ABOUT THE AUTHOR

...view details