ન્યૂઝ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને (Russsia Ukarin War) આજે બુધવારે સાતમો દિવસ છે. આ સંજોગોમાં યૂક્રેનમાં અત્યાર સુધીમાં અનેક જાન-માલનું નુકસાન થયું છે. યુદ્ધના છઠ્ઠા દિવસે, યુક્રેનમાં ગોળીબારમાં એક વિદ્યાર્થી માર્યો ગયો હતો. આ સમાચારથી આખો દેશ ચોંકી ગયો છે. મૃતક વિદ્યાર્થીના પરિવારમાં તો માતમ છવાઇ ગયું છે. આ સંદર્ભે અભિનેતા ફરહાન અખ્તરે એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત (Farhan Akhtar Indian Student Death tweet) કર્યું છે.
ફરહાન અખ્તરે કરી સરકારને અપીલ
યૂક્રેનમાં ઘણા ભારતીયો હજુ પણ ફસાયેલા છે અને તેઓ તેમના ઘરે પરત ફરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે ફરહાન અખ્તરે સરકારને તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની અપીલ કરી છે. અભિનેતાએ મંગળવારે ટ્વીટમાં લખ્યું હતું કે, 'એક ભારતીય વિદ્યાર્થી, હવે યુક્રેન હુમલાનો શિકાર બન્યો છે. આ વિધાર્થીના પરિવાર માટે ખુબ દુ:ખી છે. તેમના પ્રત્યે મારી ખૂબ જ સંવેદના..આશા છે કે, અમારા તમામ નાગરિકોને સુરક્ષિત ઘરે પરત લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જાય છે.
આ પણ વાંચો:બેબી પિંક શોર્ટ ડ્રેસમાં ક્રિતી સેનન કમાલનો જાદુ, ચાહકોએ કહ્યું- 'અરે મેરી પરમ સુંદરી