ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજે શુક્રવારે તેનો જન્મદિવસ (Urvashi Rautela Birthday) ઉજવી રહી છે. આ દરમિયાન ઉર્વશીએ કહ્યું કે, આ દિવસને મારા પેરેન્ટસ ખુબ ખાસ બનાવી દે છે એટલે તે બર્થ ડે સેલિબ્રેશન માટે માલદીવમાં છે, પરંતુ હવે એ વાતનો ખુલાસો કરાય રહ્યો જે જાણીને તમને નવાઈ લાગશે કે યુક્રેન પર રશિયન હુમલામાં (Russia Ukraine War) ઉર્વશી માંડ બચી શકી છે..
યુધ્ધ પહેલા ઉર્વશી યુક્રેનમાં હતી
ખરેખર ઉર્વશી છેલ્લા કેટલાક દિવસોથી યુક્રેનમાં તેની તમિલ ડેબ્યૂ ફિલ્મ (Urvashi Rautela Upcoming Films) 'ધ લિજેન્ડ'નું શૂટિંગ (Film Legend Film Shooting) કરી રહી હતી. તે જ સમયે, રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર મિસાઇલોનો વરસાદ શરૂ કર્યો હતો. એટલા તેના નસીબ સારા કે હુમલા પહેલા જ અભિનેત્રી માલદીવમાં જન્મદિવસની ઉજવણી કરવા પહોંચી હતી.
આ પણ વાંચો:Russia Ukraine War: રશિયા -યૂક્રેન યુદ્ધ વિશે પ્રિંયકા ચોપરાએ વીડિયો શેર કરી કહ્યું...