ન્યૂઝ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે 13માં દિવસે પણ ભીષણ યુદ્ધ (Russia UKrain War) ચાલુ છે, ત્યારે રશિયા આંતરરાષ્ટ્રીય મંચ પર પરાસ્ત થઈ રહ્યું છે. યુક્રેનની રાજધાની કિવમાં પણ રશિયાનું વર્ચસ્વ છે. રશિયન હુમલામાં યુક્રેનને જાનમાલનું ભારે નુકસાન થયું છે. આ સંજોગોમાં વૈશ્વિક સ્તરે કેટલાક દેશોએ યુક્રેનને મદદ કરી છે. જેમાં પ્રખ્યાત અમેરિકન અભિનેતા લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યુક્રેનને મોટી આર્થિક મદદ કરી છે.
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં યૂક્રેનને આપ્યાં આટલા કરોડ
યૂક્રીનફોર્મ અનુસાર, હોલીવુડના ઈતિહાસમાં અમર બની ગયેલી ફિલ્મ 'ટાઈટેનિક'ના લીડ એક્ટર લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યુક્રેનની દયનીય સ્થિતિને જોતા તેને 1 કરોડ આપ્યા છે. તમને જણાવી દઈએ કે, લિયોનાર્ડોની દાદી યૂક્રેનના ઓડેસાની રહેવાસી હતી. તેથી જ લિયોનાર્ડોને યૂક્રેન સાથે ખાસ લગાવ છે. જણાવીએ કે, યુક્રેનને અત્યાર સુધીમાં વિશ્વ બેંક તરફથી 72 કરોડ (Word Bank did Give 72 crore to ukrain) મળી ચૂક્યાં છે.
આ પણ વાંચો:Alia Bhatt Hollywood Debue: આલિયા ભટ્ટનો જાદુ છવાયો હોલિવૂડ સુધી, આ ફિલ્મથી હોલિવૂડમાં કરશે ડેબ્યુ