ન્યૂઝ ડેસ્ક: રશિયા અને યૂક્રેનના યુદ્ધ (Russia ukrain War) ને આજે ગુરુવારે આઠમો દિવસ છે. આ સંજોગોમાં નેટફ્લિક્સે રશિયા સામે કડક પગલા લીધા (Netflix Action Against Russia) છે. નેટફ્લિક્સે તેના નિવેદનમાં કહ્યું છે કે, તે રશિયાની કોઇ પણ ચેનલ કે કોઇ પણ પ્રકારની સામગ્રીને તેના પ્લેટર્ફોમ પર દેખાડશે. આ પગલાથી તેને રશિયાના કાયદાની અવગણના કરી છે.
રશિયા-યૂક્રેન યુદ્ધને આજે આઠમો દિવસ
રશિયા સતત આઠ દિવસથી યૂક્રેન પર મિસાઈલો છોડી રહ્યું છે. રશિયાના આ હઠીલા અને અમાનવીય વલણને જોતા ઘણા દેશો તેની વિરુદ્ધમાં આવી ગયાં છે. કેટલાક દેશોએ રશિયાને આર્થિક રીતે પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો તો કેટલાકે રશિયાને તેલની સપ્લાય પર પ્રતિબંધ લાદી દીધો હતો. અગાઉ, ગૂગલે રશિયામાં ઘણી ચેનલોને બ્લોક કરી દીધી હતી. નેટફ્લિક્સના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિને જોતાં, અમારી સેવામાં રશિયાની ચેનલોને ઉમેરવાની અમારી કોઈ યોજના નથી."
આ પણ વાંચો:Shradhha Kapoor Birthaday: જુઓ બોલિવૂડની બાર્બી ગર્લના બાળપણની કેટલીક અનદેખી તસવીરો