- અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના જન્મદિવસે શેર કર્યો ફર્સ્ટ લુક
- ફિલ્મ 'RRR'માં સીતા તરીકે કરી રહી છે ભૂમિકા
- એસ.એસ.રાજામૌલી કરી રહ્યા છે ફિલ્મનું દિગ્દર્શન
RRR Film: આલિયા ભટ્ટે પોતાની બર્થડે પર શેર કર્યો સીતા તરીકેનો ફર્સ્ટ લુક - એસ.એસ.રાજામૌલી
આલિયા ભટ્ટ ફિલ્મ 'RRR'માં સીતાની ભૂમિકામાં જોવા મળશે. રવિવારે આલિયાએ આ ફિલ્મમાં પોતાનો લુક શેર કર્યો છે. જેમાં તે ભગવાન રામની સામે બેસેલી જોવા મળી રહી છે.
આલિયા ભટ્ટે પોતાની બર્થડે પર શેર કર્યો સીતા તરીકેનો ફર્સ્ટ લુક
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટનો 15 માર્ચના રોજ જન્મદિવસ છે. જે નિમિત્તે અભિનેત્રીએ તેના ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આપી હતી. આલિયાએ આવનારી ફિલ્મ 'RRR'માં સીતા તરીકે પોતાની ભૂમિકાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આલિયાના લુક વિશે વાત કરવામાં આવે તો તે સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. જેમાં તે લીલા રંગની સાડી પહેરેલી જોવા મળે છે. સીતાના આ અવતારમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.
Last Updated : Mar 15, 2021, 5:37 PM IST