રેડિયો જોકી અને અભિનેતા રોશન અબ્બાસે દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓ સામેની હિંસા પર બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના મોન પર સવાલ ઉભા કર્યા છે. મંગળવારે અબ્બાસે એક ટ્વિટ પર શાહરૂખને પૂછયું કે તેમને કોણે મૌન કર્યા છે.
રોશન અબ્બાસે જામિયા મામલે શાહરૂખનના મૌન પર ઉઠાવ્યા સવાલો - Radio jockey and actor Roshan Abbas
મુંબઇ: અભિનેતા શાહરૂખખાન માટે રેડિયો જોકી અને અભિનેતા રોશન અબ્બાસે એક ટ્વિટ કર્યું છે. જેમાં તે શાહરૂખને કહે છે કે, તમે તો કંઇક બોલો આખરે તમે પણ જામિયાથી જ છો.

અબ્બાસે શાહરૂખને ટ્વિટ પર કહ્યું કે, કંઇક તો બોલો આખરે તમે પણ જામિયાથી જ છો. તમને કોણે મૌન કર્યા છે. રાજકુમાર રાવ, તાપસી પન્નુ , અલંકૃતા શ્રીવાસ્તવ, અનુભવ સિંહા, અનુરાગ કશ્યપ અને પરિણીતિ ચોપડા સહિત બોલીવુડ હસ્તિયોના એક સમુહે સોમવારે સંશોધિત નાગરિકતા અધિનિયમ અને દેશવ્યાપી તણાવ વિશે પોતાનો અભિપ્રાય પોસ્ટ કર્યો હતો.
જો કે, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિરખાન જેવા બોલીવુડ દિગ્ગજોએ આ મામલે હજી સુધી કોઈ સ્ટેન્ડ લીધું નથી. અક્ષય કુમારને જામિયા બાબતે એક ટ્વિટ પસંદ આવ્યું. પરતું તેમણે કહ્યું કે, તેણે ભૂલથી આ કર્યું છે. જેના કારણે સોશ્યલ મીડિયા તેના પર ભારે ગુસ્સે થયું છે.
સંસદના શિયાળુ સત્રમાં પસાર થયેલા વિવાદાસ્પદ અધિનિયમમમાં પાકિસ્તાન, અફગાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોથી આવનાર હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.