મુંબઈઃ અજય દેવગનના પિતા વીરૂ દેવગનના નિધનને એક વર્ષ વીતી ગયું છે. અજય સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમને યાદ કરીને ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. રોહિત શેટ્ટીએ તેમના ગુરુ વીરૂ દેવગન માટે ભાવનાત્મક નોંધ પણ લખી હતી. જેમાં તેમણે કેટલાક ફોટો શેર કર્યા હતા.
રોહિત શેટ્ટીએ વીરુ દેવગનને અર્પી શ્રદ્ધાંજલિ - veeru devgan
અજય દેવગનના પિતા વીરૂ દેવગનના નિધનને એક વર્ષ વીતી ગયું છે. અજય સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમને યાદ કરીને ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. રોહિત શેટ્ટીએ તેમના ગુરુ વીરૂ દેવગન માટે ભાવનાત્મક નોંધ પણ લખી હતી. જેમાં તેમણે કેટલાક ફોટો શેર કર્યા હતા.
રોહિત શેટ્ટીએ વીરુ દેવગનને શ્રદ્ધાંજલિ આપી
અજયે પિતાની કેટલીક જૂની તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, "પપ્પા તમે અમને છોડીને ગયાને એક વર્ષ થઈ ગયું છે. પણ હું હંમેશાં તમારી હાજરી અનુભવું છું, તે જ શાંત અને ધ્યાન રાખવવાળા"
રોહિતે ફોટોગ્રાફ્સ સાથે ખૂબ જ ભાવનાત્મક કેપ્શન પણ લખ્યું છે, "વીરુજી અમને રૉ અને રિયલ એક્શન શીખવતા હતા. કોઈ કેબલ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ નહીં."