ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રોહિત શેટ્ટી, અજય દેવગન લઇને આવી રહ્યા છે 'ગોલમાલ-5' - Golmal returns

મુંબઇઃ ફિલ્મ મેકર રોહિત શેટ્ટી અને એક્ટર અજય દેવગન પોતાની 'ગોલમાલ' ફિલ્મ સીરીઝમાં 5મી ફિલ્મની સાથે વધુ એક હાસ્યનો અધ્યાય જોડવા જઇ રહ્યા છે.

ગોલમાલ 5
ગોલમાલ 5

By

Published : Nov 30, 2019, 1:08 PM IST

તેમણે પાંચમાં પાર્ટની વાપસી વિશે જાહેરાત કરી જેનું ટાઇટલ 'ગોલમાલ 5' હશે.

અજય દેવગણે કહ્યું, 'રોહિત અને મેં વાત કરી અને અમે ગોલમાલની આગામી ફિલ્મને લઇને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. ફ્રેન્ચાઇઝી ન માત્ર હિન્દી સિનેમાની સૌથી લાંબી ચાલનારી ફિલ્મ હશે, પરંતુ તે મારી પણ ફેવરિટ્સમાંની એક હશે કારણ કે, આ ફિલ્મ સીરીઝના પહેલા પાર્ટ્સમાં કહવાયું હતું કે, ફન અનલિમિટેડ.'

રોહિતની વાત કરીએ તો તે 'સુર્યવંશી' બાદ ફિલ્મસ પ્રોડ્યુસ કરવામાં વ્યસ્ત રહેશે, ફરાહ ખાનની સાથે એક પ્રોજેક્ટ અને પોતાના આસિસટન્ટ ડિરેક્ટર્સ જે ડિરેક્ટર તરીકે લૉન્ચ થલા તૈયાર છે, તેમની સાથે પોતાના જ પ્રોડક્શન હાઉસમાં ફિલ્મ કરશે.

'ગોલમાલ ફાઇવ'ની સ્ક્રિપ્ટ પહેલા જ ફાઇનલ થઇ ચૂકી છે અને રોહિત તેના શૂટિંગની શરૂઆત પોતાના પ્રોડક્શન પ્રોજેક્ટ્સને પૂરા કર્યા બાદ શરૂ કરશે.

રોહિત 14 જૂલાઇ, 2006ના 'ગોલમાલઃ ફન અનલિમિટેડ'ની સાથે સિલ્વર સ્ક્રીન પર આવ્યા હતા, જેમાં અજય, અરશદ વારસી, શરમન જોશી, તુષાર કપૂર અને પરેશ રાવલ સ્ટાર્સ હતા. તેની સ્ટોરી દોસ્તોના એક ગ્રુપની આસપાસ હતી જેમાં કૉમેડી, એક્શન, ડ્રામા અને ફન ભરપુર રીતે હતું.

'ગોલમાલ' યૂનિવર્સમાં પહેલી ફિલ્મ બાદ 'ગોલમાલ રિટર્ન્સ', 'ગોલમાલ 3' અને 'ગોલમાલ અગેન'. કરીના કપૂર, અમૃતા અરોડા, કૃણાલ ખેમૂ, શ્રેયસ તલપડે, તબ્બુ અને પરિણીતિ ચોપરા જેવા નામ આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બન્યા હતા.

રિલાયન્સ ઇન્ટરટેનમેન્ટની સાથે રોહિત શેટ્ટી પિક્ચર્ઝ દ્વારા પ્રોડ્યુસ ગોલમાલ ફાઇવને રોહિત પોતે ડિરેક્ટ કરશે.

રોહિત અને અજયે પહેલા પણ 10 ફિલ્મો માટે સાથે કામ કર્યું હતું અને હવે બંને 'ગોલમાલ ફાઇવ' પણ સાથે કરવા માટે તૈયાર છે.

રિલાયન્સ એન્ટરટેનમેન્ટની સાથે રોહિત શેટ્ટી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ ગોલમાલ ફાઇવને રોહિત પોતે જ ડિરેક્ટ કરશે.

જો કે, રોહિત પોતાની કૉપ- ડ્રામા ફિલ્મ 'સૂર્યવંશી'ની શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં અક્ષય કુમાર અને કૈટરીના કૈફ લીડ રોલમાં છે. જે આવતા વર્ષે 27 માર્ચમાં રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details