પટના: બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ ગુરૂવારે આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ અને તેજપ્રતાપ યાદવ સાથે અભિનેતા સુશાંત સિંહના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેજસ્વી યાદવે સુશાંતના પિતા કે.કે.સિંહને મળીને સંવેદના વ્યકત કરી અને સુશાંતની તસવીર પર પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે સુશાંત સિંહના ઘરની મુલાકાત લીધી - અભિનેતા સુશાંત સિંહ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેમના પરિવારોને અનેક લોકો મળવા આવે છે. ત્યારે બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ, તેમના મોટાભાઈ તેજ પ્રતાપ યાદવ અને આરજેડીના પ્રદેશ પ્રમુખ જગદાનંદસિંહે સુશાંત સિંહના પટનાના રાજીવ નગર નિવાસસ્થાને જઇને શ્રદ્ધાંજલિ આપી હતી.
દિવંગત અભિનેતા સુશાંત સિંહ
તેજસ્વીએ જણાવ્યું કે, સુશાંત સિંહના જવાથી દેશના યુવાનોએ પોતોનો યુથ આઇકોન ગુમાવ્યો છે. તેમણે કોઇપણ ઓળખાણ વગર બોલીવૂડમાં પોતાની ઓળખ મેળવી હતી. તેમણે કહ્યું કે, આ મામલે યોગ્ય તપાસની ઇચ્છા કરીએ છીએ. તેમજ સુશાંત સિંહનો પરિવાર જે તપાસની માગ કરે છે, તેની તપાસની માગ સાથે અમે સહમત છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સાથે નાલંદાના રાજગીરમાં બનાવવામાં આવી રહેલી ફિલ્મ સિટીનું નામ સુશાંત સિંહના નામ પરથી રાખવામાં આવે તેવી માગ કરી છે.