ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રિયાની મુશ્કેલી ન વધતે એટલે 'ચેહરે' ફિલ્મના પ્રમોશનમાંથી તે ગાયબઃ નિર્માતા - ઈમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચન

બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીનું નામ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ચર્ચામાં રહ્યું છે. ફિલ્મ નિર્માતાએ 'ચેહરે'ના નિર્માણ બાદ આના પ્રમોશનમાં પણ રિયાની ગેરહાજરી અંગે જણાવ્યું કે, રિયાની મુશ્કેલીઓ ન વધે તે માટે તેને પ્રમોશનમાં સામેલ નથી કરાઈ.

રિયાની મુશ્કેલી ન વધતે એટલે 'ચેહરે' ફિલ્મના પ્રમોશનમાંથી તે ગાયબઃ નિર્માતા
રિયાની મુશ્કેલી ન વધતે એટલે 'ચેહરે' ફિલ્મના પ્રમોશનમાંથી તે ગાયબઃ નિર્માતા

By

Published : Mar 23, 2021, 10:20 AM IST

  • ચેહરે ફિલ્મના પ્રમોશનમાં રિયા ચક્રવર્તીની ગેરહાજરી
  • રિયાની ગેરહાજરી અંગે ફિલ્મ નિર્માતાએ કર્યો ખુલાસો
  • રિયાની મુશ્કેલી ન વધારવા પ્રમોશનથી દૂર રખાઈઃ નિર્માતા

આ પણ વાંચોઃ67મો નેશનલ ફિલ્મ એવોર્ડ : કંગના રનૌત, મનોજ બાજપેયી અને ધનુષે મારી બાજી

મુંબઈઃ બોલીવુડની આગામી ફિલ્મ 'ચેહરે' ફિલ્મ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. આ સાથે જ તેનું પ્રમોશન પણ ચાલી રહ્યું છે. હાલમાં ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે ફિલ્મ પ્રમોશનમાં રિયાની ગેરહાજરી અંગે જણાવ્યું હતું કે, ફિલ્મના પ્રમોશનમાં રિયા ચક્રવર્તીનો ઉલ્લેખ એટલા માટે નથી કરવામાં આવ્યો. કારણ કે, તેની ટીમ રિયા ચક્રવર્તીને વિવાદથી બચાવવા માગતી હતી.

આ પણ વાંચોઃ67મા નેશનલ ફિલ્મ એવોર્ડઃ નીતેશ તિવારીની છિછોરેને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો

ફિલ્મના એક પણ કલાકારે ટ્વિટરમાં રિયાને ટેગ ન કરી

ચેહરે ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલિઝ થવાની હતી, પરંતુ હજી સુધી તેનું પ્રમોશન ચાલી રહ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર ચેહરે ફિલ્મ અંગે ટ્વિટ કર્યું હતું, પરંતુ એક પણ કલાકારે રિયાને ટેગ નહતી કરી.

ABOUT THE AUTHOR

...view details